ગાંધીધામ મધ્યે શ્રી જૂની સુંદરપુરી પ્રાથમિક શાળા ખાતે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી.

સમાજ ઉત્કર્ષ: વિશ્વ મહિલા દિવસ નિમિત્તે શ્રી જુની સુંદરપુરી (ગાંધીધામ) પંચાયતી પ્રાથમિક શાળા તથા શ્રી જૂની સુંદરપુરી મહેશ્વરી સમાજનાં સંયુક્ત ઉપક્રમે નારીશક્તિ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત ધોરણ ૮ વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજવામાં આવ્યું હતું તેમજ આપણા દેશનાં શહીદોના પરિવારજનો માટે એકત્રિત કરેલી ધનરાશિ રૂ.૬૧૦૦૦/- ની અર્પણવિધિ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લા પંચાયતનાં અધ્યક્ષા શ્રીમતી કૌશલ્યાબેન માધાપરિયા,કચ્છ જીલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી છાયાબેન ગઢવી, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી ભાવનાબેન પટેલ, ગાંધીધામ નગરપાલિકા પ્રમુખશ્રી ગીતાબેન ગણાત્રા, રીટાબેન પ્રધાન (ગ્લેન્ટિક ફાર્મા ઇ.પ્રા.નાં એચ.આર.એકઝીકયુટીવ), કચ્છ જીલ્લા રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના પ્રમુખશ્રી ખેતશીભાઈ ગજરા,ગાંધીધામ રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના પ્રમુખશ્રી દલપતભાઈ સોલંકી, નગરસેવક ખીમજીભાઈ રોલા, શોભનાબેન વ્યાસ, મંજુલાબેન વણકર,વિવિધ મહેશ્વરી સમાજના પ્રમુખશ્રીઓ, વિવિધ શાળાઓના આચાર્યશ્રીઓ, શિક્ષકો, વાલીઓ તથા વિસ્તારનાં ભાઈઓ-બહેનો વગેરે વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાસંગિક ઉદ્દબોદન કર્યું હતું અને આયોજનને બિરદાવ્યું હતું.

કાર્યક્રમને સફળ બનાવવા માટે જુની સુંદરપુરી પ્રા શાળાના આચાર્યશ્રી હિરેનભાઇ પંચાલ, શિક્ષકોએ , એસ.એમ.સી.નાં અધ્યક્ષ ગોરીશંકરભાઈ તપોધન , ઉપાધ્યક્ષ શ્યામભાઈ માતંગ તથા સભ્યોએ તેમજ જુની સુંદરપુરી મહેશ્વરી સમાજનાં પ્રમુખશ્રી શિવજીભાઈ વિગોરા, હમીરભાઈ બુચીયા, ધર્મેશભાઈ મારાજ, વાલજીભાઈ રતડ વગેરેએ જહેમત ઉઠાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Developed & Designed By InfoCentroid