મોટા કપાયા સ્થિત શ્રી વડવાળાદાદા (સામતદાદા)નાં સ્થાનકે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
સમાજ ઉત્કર્ષ:મુન્દ્રા તાલુકાનાં મોટા કપાયા સ્થિત શ્રી વડવાળાદાદા (સામતદાદા)નાં સ્થાનકે અદાણી ફાઉન્ડેશન તથા જનસેવા સંસ્થાનાં સંયુક્ત ઉપક્રમે અષાઢી બીજ નિમિત્તે તા.૧૪.૦૭.૨૦૧૮ના રોજ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મંદિરનાં પૂજારીશ્રી બિજલભાઈ દેવરાજભાઈ ધેડા, જનસેવા સંસ્થાનાં પ્રતિનિધિ રાજભાઈ સંઘવી, અદાણી ફાઉન્ડેશનનાં કરસનભાઈ ગઢવી, જયરામભાઈ રબારી, રમેશભાઈ આયડી, મંદિરનાં કાર્યકરોશ્રી રમેશભાઈ લાખિયા, હિરજીભાઈ ધેડા, માલશીભાઈ ભર્યાં, રવિભાઈ ધેડા, દિવશીભાઈ વગેરે હાજર રહ્યા હતા અને છોડ વાવી અને તે વટવૃક્ષ બને તે માટે તેનું જતન કરવાનો સંકલ્પ લીધો હતો.