કેરા મઘ્યે આયોજીત સુ૫ર સિકસ ટૂર્નામેન્ટમાં કેરા ફ્રેન્ડ ટીમ વિજયી બની.

સમાજ ઉત્કર્ષ:  સમાજનાં યુવાનોમાં ક્રિકેટનાં માઘ્યમથી એકતા વઘે તે હેતુસર કિ૫લકોટ ગ્રાઉન્ડ (કેરા) ખાતે કેરા-કુંદન૫ર મહેશ્વરી યુવા ફ્રેન્ડ ગ્રુપ દ્વારા ૩૧ જાન્યુઆરી (રવિવાર)નાં રોજ ધણીમાતંગ દેવ ટ્રોફી-2 ક્રિકેટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર કચ્છમાંથી ૧૯ ટીમોએ ભાગ લીધો હતો. ફાઇનલ મેચ કેરા ફ્રેન્ડ અને અલખ જો આઘાર (મોટા કપાયા) વચ્ચે રમાઈ હતી. પ્રથમ બેટીંગ કરીને અલખ જો આઘાર (મોટા કપાયા) ટીમે ૫૫ રનનો લક્ષ્યાંક આપ્યું હતું અને તે કેરા ફ્રેન્ડ ટીમએ ૪ ઓવરમાં હાંસલ કરી વિજેતા બની હતી.

ફાઈનલ મેચમાં મેન ઓફ ઘી મેચ બિપીન પાતારીયા, મેન ઓફ ધી સિરીઝ વિનોદ ધેડા, બેસ્ટ બેટ્સમેન સાગર બુચિયા,  બેસ્ટ સિકસર સુરેશ સિંચ તથા બેસ્ટ બોલર પ્રતીક આયડી રહ્યા હતા.  ઉપસ્થિત આગેવાનોનાં હસ્તે વિજેતા ટીમને ટ્રોફી તથા સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ખેલાડીઓને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ ટૂર્નામેન્ટ દરિમયાન કોમેન્ટ્રીની સેવા અલ્તાફ કુંભાર અને ઘવલ આયડી, સ્કોરર તરીકે નીતિન ભર્યા, અમ્પાયરિંગની સેવા ભરત દેવરિયા, અરવિંદ કોલી, વિક્રમસિંહ જાડેજા તથા અસગર ચાકીએ પૂરી પાડી  હતી.

આ પ્રસંગે અખિલ કચ્છ મહેશ્વરી સમાજના મહામંત્રીશ્રી સંજયભાઇ કેનિયા, કેરા, મહેશ્વરી સમાજનાં પ્રમુખશ્રી શિવજીભાઇ આયડી તથા ઉપપ્રમુખશ્રી માવજીભાઇ ધેડા, મહેશ્વરી સમાજનાં આગેવાનોશ્રી એેડવોકેટ સુરેશભાઇ આયડી, નરેશભાઇ આયડી, હરજીભાઇ આયડી, મુરજીભાઇ ડોરૂ, દેવજીભાઇ મકવાણા, ડાયાભાઈ ડોરૂ, રમેશભાઇ ભર્યા, ઘર્મગુરૂશ્રી વેલજીભાઇ માતંગ, મનોજભાઈ મારાજ,  અને ગામનાં આગેવાનશ્રી રવજીભાઇ કેરાઇ તેમજ બળુભા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.

ટૂર્નામેન્ટના મુખ્યદાતા ભાવિક કરસનભાઇ આયડી (શિવમ ઈન્જીનીયર્સ), અખિલ કચ્છ મહેશ્વરી સમાજનાં મહામંત્રી સંજયભાઇ કેનિયા, ૫રેશ મુરજીભાઇ ડોરૂ અને ૫રેશભાઇ દેવરીયા રહ્યા હતા. સમગ્ર આયોજન દરિમયાન મુખ્ય આયોજક તરીકે સુનીલ બડગા અને સુરેશ થારૂએ વ્યવસ્થા સંભાળી હતી અને શ્રી કેરા મહેશ્વરી યુવા સંગઠનનાં પ્રમુખ અર્જુન આયડીએ ભારે જહેમત ઉઠાવી હતી તેમજ સુરેશ હરજીભાઇ આયડી, ભવાન તેજશીભાઇ ઘેડા, હરેશ ભરતભાઇ આયડી તેમજ કુંદન૫ર મહેશ્વરી યુવા ફ્રેન્ડ ગ્રુપ તથા કેરા મહેશ્વરી યુવા સંગઠનનાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને પૂરતો સહયોગ પૂરો પાડયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Developed & Designed By InfoCentroid