મુન્દ્રાની જનસેવા સંસ્થા દ્વારા મોટા કપાયા મધ્યે વડવાળાદાદાનાં મંદિરે પાણીનાં કૂંડા અને ચકલીઘરનું વિતરણ કરવામાં આવ્યું.

સમાજ ઉત્કર્ષ: મુન્દ્રા તાલુકાનાં મોટા કપાયા ગામ નજીક આવેલ સર્વધર્મપ્રેમીઓ માટે આસ્થાનાં પ્રતિકસમાન વડવાળાદાદા (સામતદાદા)નાં મંદિરે આજે મુન્દ્રાની જનસેવા સંસ્થા દ્વારા પાણીના કૂંડા અને ચકલીઘરોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂજારીશ્રી બીજલભાઈ દેવરાજ ભાઈ ધેડાનાં વરદ હસ્તે મંદિરનાં પ્રાગણમાં પાણીનાં કૂંડા અને ચકલીઘર લગાડવામાં આવ્યા હતા.
આ શુભ કાર્ય બદલ મોટા કપાયા ગામના સરપંચ ધનજી ભાઈ ધેડાએ સંસ્થાને શુભકામનાઓ પાઠવી હતી.આ પ્રસંગે જન સેવા સંસ્થાનાં રાજભાઈ સંઘવી,અદાણી ગ્રુપનાં રમેશભાઈ આયડી,ઓફિસર હોમગાર્ડઝ કમાન્ડર નિલેશભાઈ પાટણીયા, અગ્રણી સર્વેશ્રીઓ જયેશભાઈ ગોર(વંદે માતરમ), દામજીભાઈ સોધમ, રમેશભાઈ લાખિયા તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે જનસેવા સંસ્થા દ્વારા આ વર્ષે કાળઝાળ ગરમીમાં અબોલ પશુપક્ષીઓની જીવદયા માટે વિવિધ દાતાઓના સહયોગથી ૨૦૦૦થી વધુ પાણીના કૂંડા અને ચકલીઘર નગરનાં વિવિધ મંદિરો, દરગાહ તેમજ શાંત વિસ્તારોમાં જ્યાં પશુ પક્ષીઓ વધારે હોય ત્યાં કૂંડા અને ચકલીઘરોનું વિતરણ કરાયું છે. આ સેવાકીય પ્રવૃત્તિમાં ભુજની માનવજ્યોત સંસ્થાનાં પ્રબોધભાઈ મૂનવરનો ખાસ સહયોગ રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Developed & Designed By InfoCentroid