પૂ.સામતદાદા (મોટા કપાયા)નાં સ્થાનક પર નૂતન મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન.
સમાજ ઉત્કર્ષ : મુન્દ્રા તાલુકાનાં મોટા કપાયા ગામ મધ્યે આવેલ પૂ.સામતદાદા (વડવાળાદાદા)નાં સ્થાનક પર નૂતન મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ૩૦ અને ૩૧ માર્ચનાં રોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંદિરનાં પૂજારીશ્રી બિજલભાઈ દેવરાજભાઈ ધેડાનાં નિવાસસ્થાનેથી મંદિર સુધી મૂર્તિને સુશોભિત પાલખીમાં બેસાડીને કાઢવામાં આવેલ સામૈયું ગામનાં મુખ્ય માર્ગો થઇ મંદિર પહોંચ્યું હતું. અહીં વિધિવત મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. ત્યાર બાદ સમુહપ્રસાદ, દાંડિયારસ તેમજ રાત્રીનાં કોરીપાઠ સહિતનાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
આ કાર્યક્રમમાં મોટા કપાયા ગામનાં સરપંચશ્રી ધનજીભાઈ ધેડા, મુન્દ્રા હોમગાર્ડ કમાન્ડન્ટશ્રી નિલેશભાઈ પાટણીયા, મુન્દ્રાનાં માજી સભાપતિશ્રી કપિલભાઈ કેસરિયા, મુ.તા.પંચાયત સભ્યશ્રી શિવજીભાઈ માલમ, મુન્દ્રા વેપારી અગ્રણીઓ, મોટા કપાયાનાં સામાજિક આગેવાનો તથા ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ આયોજનને સફળ બનાવવા પૂજારીશ્રી બિજલભાઈ ધેડાનાં માર્ગદર્શન હેઠળ આયોજક સમિતિનાં હિરજીભાઈ ધેડા, માલશીભાઈ ભર્યા, નવીનભાઈ ધેડા, નિલેશભાઈ પાટણીયા, રમેશભાઈ લાખિયા, કરશનભાઇ ધેડા,અશોકભાઈ ધેડા વગેરેએ વ્યવસ્થા સંભાળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સામતદાદાનાં સ્થાનકે દર શનિવારે સમૂહપ્રસાદનું આયોજન કરવામાં આવે છે.