ભુજપુર મહેશ્વરી સમાજની નવી કારોબારી સમિતિની રચના કરવામાં આવી.
સમાજ ઉત્કર્ષ: ભુજપુર (મુન્દ્રા) મધ્યે તારીખ ૭ જુલાઇનાં રોજ મહેશ્વરી સમાજની મીટીંગમાં નવી કારોબારી સમિતિની રચના કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે જીતુભાઇ માલશીભાઈ નંજાર, ઉપપ્રમુખ તરીકે નારણભાઈ હરજીભાઈ પાતારીયા, મહામંત્રી તરીકે રાજાભાઈ સુમારભાઈ પાતારીયા, મંત્રી તરીકે ધીરજલાલ ડાયાભાઇ પાતારીયા તેમજ ખજાનચી તરીકે જગદીશભાઈ ભીમજીભાઈ નંજારની સર્વાનુમંતિથી વરણી કરવામાં આવી હતી. સર્વે ઉપસ્થિત લોકોએ નવનિયુક્ત હોદેદારોને અભિનંદન પાઠવ્યા હતા.