મહેશ્વરી યુવા સંગઠન (ગાંધીધામ) માં કન્વીનરો અને સહકન્વીનરોની નિમણુંક કરવામાં આવી.

સમાજ ઉત્કર્ષ: મહેશ્વરી યુવા સંગઠન (ગાંધીધામ) દ્વારા ગાંધીધામ કોમ્પ્લેક્સ મહેશ્વરી યુવાઓને સંગઠિત કરવાનાં ઉદેશ્યથી તારીખ ૧૮.૦૩.૨૦૧૮ નાં રોજ શ્રી ગણેશનગર સમાજવાડી ખાતે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં ગાંધીધામનાં વિવિધ વિસ્તારમાં કન્વીનરો અને સહકન્વીનરોની નિમણુંક કરવામાં આવી હતી.જેમાં મહેશ્વરી યુવા સંગઠનનાં પ્રભારીઓશ્રી કિશોરભાઈ ધુવા, વિશાલભાઈ ઠોંટિયા, રાજભાઈ થારુ, આર.કે.આયડી, હરેશભાઇ દેવરિયા દ્વારા ગણેશનગરમાં કન્વીનર તરીકે દિપક ભાગવંત, સહકન્વીનરો તરીકે અમિત કન્નર, જીજ્ઞેશ ધુંવા, મહેશ ડુંગડીયા, જીતેશ ફુલીયા, યશ પાતારીયા, સેક્ટર-૭માં કન્વીનર તરીકે દિપક ગરવા, સહકન્વીનરો તરીકે કિશોર ભોઇયા, જેનિશ રોશિયા, ભરત દેવરિયા, રવિ કન્નર તેમજ રોટરીનગરમાં કન્વીનર તરીકે સુનિલ સિંચ, સહકન્વીનરો તરીકે હિતેશ રોશિયા, જીગર કટુઆ વગેરેની નિમણુંક કરવામાં આવી હતી. સંગઠનમાં નિમણુંક પામેલા નવનિયુક્ત કન્વીનરો તેમજ સહકન્વીનરોને વિવિધ સમાજો અને સંગઠનો દ્વારા અભિનંદન સાથે સંગઠન સેવાકીય પ્રવૃતિઓમાં સિદ્ધિનાં ઉચ્ચ શિખરો સર કરે તેવી શુભકામનાઓ પાઠવવા આવી રહી છે.

આ મીટીંગનું સંચાલન શ્રી કિશોરભાઈ ધુવા અને આભારવિધિ વિશાલભાઈ ઠોંટિયાએ કરી હતી તેમજ વ્યવસ્થા રાજભાઈ થારુ અને આર.કે.આયડીએ સંભાળી હતી. ઉલ્લેખનીય છે કે મહેશ્વરી યુવા સંગઠન દ્વારા ગાંધીધામ મધ્યે છેલ્લા ૪ વર્ષથી વિવિધ સામાજિક, ધાર્મિક અને જનજાગૃતિનાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે તેમજ અન્ય સામાજિક પ્રવૃતિઓમાં પણ સહભાગી તરીકે પણ સંગઠન મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યું છે. આગામી સમયમાં ગાંધીધામનાં અન્ય વિસ્તારોમાં પણ કન્વીનરો તેમજ સહકન્વીનરોની નિમણુંક કરવામાં આવશે અને ત્યાર બાદ ગાંધીધામની મુખ્ય ટીમ બનાવી જિલ્લાનાં અન્ય તાલુકાઓમાં પણ સંગઠનનું વિસ્તરણ કરવામાં આવશે તેવું સંગઠનનાં કિશોરભાઈ ધુવાએ જણાવ્યું હતું.

2 thoughts on “મહેશ્વરી યુવા સંગઠન (ગાંધીધામ) માં કન્વીનરો અને સહકન્વીનરોની નિમણુંક કરવામાં આવી.

 • August 1, 2018 at 7:06 pm
  Permalink

  Wah very good dear

  Reply
 • August 1, 2018 at 7:08 pm
  Permalink

  વાહ ભાઈઓ ખૂબ સરસ કામગીરી કરી છે દાદા ધણીમાતંગ દેવ તમને ખૂબ જ પ્રગતિ કરાવે

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Developed & Designed By InfoCentroid