ભુજ મામૈ મહેશ્વરી સમાજ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨નાં વિદ્યાર્થીઓને આગામી પરીક્ષા માટે શુભકામનાઓ પાઠવવામાં આવી

સમાજ ઉત્કર્ષ: ભુજ મામૈ મહેશ્વરી સમાજનાં આગેવાનો દ્વારા મામૈદેવ નગર તથા નૂતન સોસાયટી વિસ્તારનાં ધોરણ ૧૦ અને ૧૨નાં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને ઓને આગામી બોર્ડ પરીક્ષા અનુલક્ષીને નાળિયેર,સાકર,ચોકલેટ,પારદર્શક પાઉચ વગેરે શુકન સ્વરૂપે આપી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી અને પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શ્રી બુધારામભાઈ ધેડા,શ્રી.ખુશાલભાઈ ચૂઇયા, જશાભાઈ મોથારિયા, હીરજીભાઈ ચંઢારીયા, શિવજીભાઇ કન્નર તથા શામજીભાઈ શિંગરખીયા વગેરે જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Developed & Designed By InfoCentroid