મુન્દ્રા મધ્યે મહેશનગર ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

સમાજ ઉત્કર્ષ: મુન્દ્રા મધ્યે મહેશનગર ખાતે અદાણી હોસ્પિટલ્સ (મુન્દ્રા) દ્વારા તારીખ ૨૧ જુલાઇનાં રોજ નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં લગભગ ૧૯૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો.

આ કેમ્પમાં મુન્દ્રાનાં ઉપસરપંચશ્રી અલનસીર ખોજા, ગ્રામ પંચાયત સદસ્યશ્રી ભરતભાઇ પાતારિયા, રાજેશભાઈ સથવારા, મહેશ્વરી સમાજનાં પ્રમુખશ્રી મગનભાઈ ધુવા, સામાજિક અગ્રણીઓશ્રી દામજીભાઈ સોધમ, મેઘજીભાઈ સોધમ, મહેશનગર પ્રાથમિક શાળાનાં આચાર્યશ્રી અલ્પાબેન, અદાણી હોસ્પિટલ મુન્દ્રાનાં સેક્સન હેડ ડો.વત્સલભાઈ પંડ્યા, અદાણી ફાઉન્ડેશનનાં યુનિટ સી.એસ.આર હેડ પંક્તિબેન શાહ, મનહરભાઈ ચાવડા, ડો.મન્સૂરભાઈ પીલુડિયા, ડો.શૈલેષભાઇ ડોડિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પની શરૂઆત મહેમાનોનાં હસ્તે દીપપ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી.

આ કેમ્પમાં અદાણી હોસ્પિટલનાં ડો.ગૌરવ દિવાણી (જનરલ ફિઝિશિયન), ડો.રાજેશ શુક્લા (જનરલ સર્જન), ડો.ત્રેયાંક શુક્લા (બાળરોગ નિષ્ણાંત), ડો.પૂર્વીબા જાડેજાએ તબીબી સેવા પૂરી પાડી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ અદાણી હોસ્પિટલ અને અદાણી ફાઉન્ડેશનની સેવાઓને બિરદાવી હતી અને વધુમાં જણાવ્યું હતું કે અદાણી ફાઉન્ડેશન દ્વારા થતા સામાજિક ઉત્તરદાયિત્વનાં કાર્યોમાં સહયોગ આપતા રહેશે. આ કેમ્પને સફળ બનાવવા માટે અદાણી હોસ્પિટલ અને અદાણી ફાઉન્ડેશનનાં કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Developed & Designed By InfoCentroid