મુન્દ્રા મધ્યે મહેશ્વરી ટેલેન્ટ હન્ટ અને શૈક્ષણિક સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

સમાજમાં રહેલી પ્રતિભાને મંચ પૂરું પાડવા અને પ્રોત્સાહિત કરવાના હેતુસર અખિલ કચ્છ મહેશ્વરી વિકાસ સેવા સંઘ તથા મહેશ્વરી યુવા વિકાસ સેવા સંઘના સંયુક્ત ઉપક્રમે તારીખ ૧૮ ફેબ્રુઆરીનાં રોજ મુન્દ્રા મધ્યે પૂ. મતિયાદેવ મંદિરનાં પ્રાંગણમાં તાલુકાકક્ષાનાં મહેશ્વરી ટેલેન્ટ હન્ટ અને શૈક્ષણિક સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સમાજની અસ્મિતા અને શૌર્યગાથા વિષય આધારિત ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, એક પાત્રિય અભિનય અને ગ્રુપ નાટકો વગેરે સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

ત્યાર બાદ અખિલ કચ્છ મહેશ્વરી વિકાસ સેવા સંઘ (મુન્દ્રા યુનિટ) દ્વારા પ્રતિભાશાળી અને ઉચ્ચ ગુણાંક સાથે ઉતીર્ણ થયેલ સમાજના પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને કોલેજ કક્ષાના વિદ્યાર્થી / વિદ્યાર્થીનીઓ, વિવિધક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર સમાજનાં ભાઇઓ બહેનો તેમજ એસ.સી., એસ.ટી. શિક્ષકોનું સન્માન કાર્યક્રમ ડો.લાલજી ફફલનાં અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યું હતું.જેમાં રોલર સ્કેટીંગની દાદ માંગી લે તેવી રમતમાં રાજ્ય લેવલે ૦૨ સુવર્ણ પદક તેમજ રાષ્ટ્રિય લેવલે ૦૩ સુવર્ણ, ૦૧ સિલ્વર અને ૦૧ બ્રોન્ઝ મેડલ હાંસલ કરનાર ચાર વર્ષની બાળા નેલવ્યના સુરેશભાઇ ઝંજક નું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મહેશ્વરી મેઘવાળ સમાજની અસ્મિતા અને શૌર્યગાથાઓને સમર્પિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા તેમજ ચિત્રપ્રદર્શનિ યોજવામાં આવી હતી જે આકર્ષણનું કેન્દ્ર બની હતી.

કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત માજીધારાસભ્યશ્રી રમેશભાઈ મહેશ્વરીએ સમાજને શિક્ષણક્ષેત્રે આગળ આવી સામાજીક એકતા અને સંગઠનને મજબૂતી પ્રદાન કરવા પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું. કાર્યક્રમમાં મુંદરા મહેશ્વરી સમાજ પ્રમુખ મગન ધુઆ, મહામંત્રીશ્રી નારાણ સોધમ, ધર્મગુરુ મેઘજી માતંગ, સંઘના ઉપપ્રમુખશ્રી ડો. નરેશ કેનિયા, માંડવી તાલુકા મહેશ્વરી સમાજ પ્રમુખશ્રી રમેશ ચંદે, મુંદરા ગ્રા.પં.ના ચેરપર્સન દેવલબેન સીજુ, માંડવી તાલુકા પંચાયત સા.ન્યા ચેરપર્સન પ્રીતિબેન ડગરા, ડો.રુચિતા ધુઆ, ડો. કોમલ દાફડા, પી.ટી.સી. રમણ ચાવડા, ડો. મોહન પરમાર, રવજી રાઠોડ તેમજ સમાજનાં યુવાઓ, ભાઈઓબહેનો વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમને સફળ બનાવવા મહેશ્વરી યુવા વિકાસ સેવા સંઘના પ્રમુખશ્રી નારાણ માતંગ, મહામંત્રીશ્રી શિવલાલ રોશિંયા, આર.ડી પ્રા.શાળાના આચાર્ય વાલજીભાઈ ફફલ, થાવર કોચરા, હરેશ મોથારીયા, ખજાનચીશ્રી દેવજી આયડી, મેઘજી મહેશ્વરી, સુરેશ મહેશ્વરી, કિશન નંજાર, રમેશ મહેશ્વરી, જયરામ ધેડા વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી તેમજ નજ કરમ સેવા સમિતિ ગ્રુપના પ્રમુખશ્રી ભરત સોંધરા, મેઘવંશ ગ્રુપના પ્રમુખશ્રી સંજય બગડા અને તેઓની ટીમો ખૂબ સારો એવો સાથ સહકારઆપ્યું હતું. મહેશ્વરી યુવા વિકાસ સેવા સંઘના હાજર રહેલ તમામ સભ્યોને અખિલ કચ્છ મહેશ્વરી વિકાસ સેવા સંઘ વતી ડો.લાલજીભાઇ ફફલ અને ડો. નરેશભાઇ કેનિયાએ સન્માનિત કરી પ્રોત્સાહિત કર્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન મુકેશ ધેડાએ અને આભારવિધિ હરેશ મોથારીયાએ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Developed & Designed By InfoCentroid