મહેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ (ગાંધીધામ) તથા ભીમ સૈનિક ગ્રુપ (પત્રી) દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

સમાજ ઉત્કર્ષ: મહેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ (ગાંધીધામ) તથા ભીમ સૈનિક ગ્રુપ (પત્રી) દ્વારા પંજહથા પીરશ્રી વેલજી મેઘજી મતિયાદેવનાં સ્મરણાર્થે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો ઉદેશ્ય સમાજ રોગમુક્ત બને તેમજ સમાજમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ આવે તે હતો. આ કેમ્પમાં પત્રી, લાખાપર, રતાડીયા, ગુંદાલા, વિરાણીયા, વાંકી વગેરે ગામોમાંથી લગભગ 140 થી વધારે દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમાં ડો. ગોવિંદ કન્નડ, ડો. ધીરજ ડુંગરખીયા તથા તેમની ટીમ, ડો. રમેશ ખાંખલા તેમજ ડો. મયુર પંડ્યાએ તબીબી સેવા આપી હતી. આ કેમ્પનો વધુમાં વધુ લોકો લાભ લઇ શકે તે માટે આજુબાજુનાં ગામોનાં જરૂરમંદો માટે વાહનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ કેમ્પની શરૂઆત ઉપસ્થિત મહેમાનોનાં હસ્તે શ્રી વેલજી મતિયાદેવની છબીને પુષ્પ અર્પણ કરી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રણછોડ બતા (ઉપ સરપંચ – પત્રી), દિગ્વિજયસિંહ જાડેજા (સરપંચશ્રી – લાખાપર), જેનાબેન હસણ કુંભાર (સરપંચશ્રી – રતાડીયા), હમીર મહેશ્વરી (કેનરા બેંક), ચનુભાઇ મહેશ્વરી (એ.એસ.આઈ), ખીમજી દનિચા, પત્રી કન્યાશાળાનાં આચાર્યશ્રી રામજીભાઈ મહેશ્વરી ,સાલેમામદ ઓઢેજા, કનકસિંહ જાડેજા, જીતેન્દ્રસિંહ રાઠોડ, પૃથ્વીરાજસિંહ જાડેજા તથા પંચાયતનાં સભ્યો તેમજ ઉપરોક્ત ગામોનાં ભાઈઓ-બહેનો તેમજ યુવાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સર્વે મહેમાનોએ આ આયોજનને બિરદાવ્યું હતું તેમજ દર્દીઓએ આભારની લાગણી વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આયોજકશ્રી મહેશ ચનુભાઈ (ટ્રસ્ટી,મહેશ્વરી મહેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ (ગાંધીધામ) તથા હેમંત મહેશ્વરી (પ્રમુખશ્રી, ભીમ સૈનિક ગ્રુપ, પત્રી) દ્વારા કરવામાં આવ્યું હતું અને આભારવિધિ રામજીભાઈ ધેડાએ કરી હતી. આ આયોજનને સફળ બનાવવા પત્રી, વાંકી, લાખાપર, રતાડીયા વગેરે ગામોનાં મહેશ્વરી યુવા ગ્રૂપોએ

વ્યવ્સ્થામાં પૂરતો સહયોગ આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Developed & Designed By InfoCentroid