લઠેડી મધ્યે મડદપીરદાદાનાં સાંનિધ્યમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો તેમજ ભવ્ય દાંડિયારાસનું આયોજન.

સમાજ ઉત્કર્ષ: અબડાસા તાલુકાનાં લઠેડી મધ્યે મડદપીરદાદાનાં સાંનિધ્યમાં ગુરુપૂર્ણિમાનાં અવસરે શ્રી મડદદાદા સેવા સમિતિ (લઠેડી) દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો તેમજ ભવ્ય દાંડિયારાસનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તારીખ ૨૭ જુલાઈનાં રોજ સાંજે ચાદર પોશી, મહાપ્રસાદ અને રાત્રે સન્માન સમારંભ કાર્યક્રમ યોજવામાં આવશે તેમજ દાંડિયારાસમાં કચ્છ અને સૌરાષ્ટ્રનાં ખ્યાતનામ કલાકારો અને ઓર્કેસ્ટ્રા પાર્ટી દ્વારા રમઝટ બોલાવવામાં આવશે. આ શુભ અવસરે હર્ષોલ્લાસથી સૌને પધારવા સમિતિ વતી આમંત્રણ પાઠવવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Developed & Designed By InfoCentroid