શ્રી બિદડા મહેશ્વરી શૈક્ષણિક અને સામાજિક વિકાસ ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક માર્ગદર્શન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું.

સમાજ ઉત્કર્ષ: શ્રી બિદડા મહેશ્વરી શૈક્ષણિક અને સામાજિક વિકાસ ટ્રસ્ટ દ્વારા બિદડા મધ્યે શ્રી ધણીમાતંગ ધામ ખાતે ગામની આજુબાજુનાં પાંચ ગામોનાં ધોરણ ૯ થી કોલેજકક્ષા સુધીનાં વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક માર્ગદર્શન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત તોલાણી કોલેજ આદિપુરનાં પ્રોફેસર ડો.દિવ્યાબેન મહેશ્વરીએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે જીવનમાં સફળતા માટે માતા-પિતા, શિક્ષક (ગુરુ), મિત્રો તથા સમાજની ભૂમિકા અગત્યની હોય છે તેમજ કન્યા કેળવણીનું મહત્વ સમજાવ્યું હતું તેમજ તેનાં પાર ભાર મુક્યો હતો. વિશેષ ઉપસ્થિત વક્તાશ્રી રમેશભાઈ રોશીયા “રોશન” એ “એક્ઝામ (પરીક્ષા) કી એસી તેસી” શીર્ષકવાળી બુકલેટ વિદ્યાર્થીઓને અર્પણ કરી પરીક્ષામાં આત્મવિશ્વાસ રાખવા માટે શિખામણ આપી હતી.

આ કાર્યક્રમમાં શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટનાં ડાયરેક્ટરશ્રી વિજયભાઈ છેડા, ટ્રસ્ટનાં શ્રી દેવચંદભાઈ ફુરીયા, કોટી વૃક્ષ અભિયાનનાં પ્રણેતા શ્રી એલ.ડી.શાહ, બિદડાનાં સરપંચશ્રી સુરેશભાઈ સંઘાર, મહેશ્વરી સમાજનાં અગ્રણીશ્રી રામપ્રસાદ સૂંઢા, સમાજનાં ભાઈઓ-બહેનો તેમજ યુવાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઠાકરશીભાઈ ધોરીયાએ કર્યું હતું.આ આયોજનને સફળ બનાવવા શ્રી બિદડા મહેશ્વરી શૈક્ષણિક અને સામાજિક વિકાસ ટ્રસ્ટનાં પ્રમુખશ્રી મગનભાઈ સિચંણીયા, ઉપપ્રમુખશ્રી રામજીભાઈ ઝોલા, ટ્રસ્ટીશ્રી નવિનભાઇ સિચંણીયા, રમેશભાઈ નંજાર, ઉમરશીભાઈ ચંદે, કાનજીભાઈ વિંઝોડા, રવજીભાઇ કટુઆ, કારાભાઇ વિંઝોડા, હરેશભાઇ રોશિયા, હરજીભાઇ વિંઝોડા, રમેશભાઈ ધેડા, દેવરાજભાઇ નોરિયા, લક્ષ્મણભાઇ અબચુંગ તેમજ યુવા ગ્રુપનાં સભ્યોએ વ્યવસ્થામાં પૂરતો સહયોગ આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Developed & Designed By InfoCentroid