ભારાપર (ભુજ) મધ્યે સર્વ જીવ કલ્યાણ અર્થે ધ્વજવણજ યજ્ઞનું આયોજન.

સમાજ ઉત્કર્ષ:બારમતીપંથને અનુસરતા મહેશ્વરી સમાજમાં છમાઈયા (છ માસિક) વ્રતનો અનેરો મહિમા છે. આ ઉપવાસ આસો સુદ ચોથથી શરૂ થાય અને ચૈત્ર સુદ ચોથનાં પૂર્ણ થાય છે. આ વર્ષે ભારાપર (ભુજ)નાં વતની મગનભાઈ માલશીભાઈ આયડી (મહેશ્વરી)એ આ મહાવ્રત ધારણ કરેલ છે. જેની પુર્ણાહુતી નિમિતે સર્વ જીવ કલ્યાણ અર્થે ધ્વજ વણજ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ચૈત્ર સુદ ત્રીજ, તા.૧૯.૦૩.૨૦૧૮નાં રોજ સવારે પીરશ્રી નારાણદેવ લાલણનાં હસ્તે ધર્મધ્વજ સ્થંભ રોપણ, રાત્રે ધર્મગુરુઓ દ્વારા જ્ઞાનકથન તેમજ બીજા દિવસે ચૈત્ર સુદ ચોથ, તા.૨૦.૦૩.૨૦૧૮નાં રોજ સામૈયું (ધર્મયાત્રા), હિંડોળા દર્શન, યજ્ઞક્રિયા (બારમતીપંથ), મહાપ્રસાદ વગેરે ધાર્મિક પ્રસંગો યોજાશે.

One thought on “ભારાપર (ભુજ) મધ્યે સર્વ જીવ કલ્યાણ અર્થે ધ્વજવણજ યજ્ઞનું આયોજન.

  • March 18, 2018 at 12:43 pm
    Permalink

    Dear Ramesh,

    Many many Congratulations and wish you all the best for samajutkarsh website.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Developed & Designed By InfoCentroid