મુન્દ્રા મધ્યે શ્રી ધણીમાતંગદેવ જન્મજયંતિ અને માઘસ્નાન વ્રત પૂર્ણાહૂતિ નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન આવ્યું.
સમાજ ઉત્કર્ષ: મુન્દ્રા મધ્યે પૂજ્યશ્રી ધણીમાતંગદેવ જન્મજયંતિ અને માઘસ્નાન વ્રત પૂર્ણાહૂતિ નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહા વદ ત્રીજનાં રાત્રે જ્ઞાનકથન અને કેક કટીંગ કરી જન્મજયંતિ ઉજવવામાં આવી હતી તેમજ મહા વદ ત્રીજનાં ચોથનાં રોજ માઘસ્નાન પૂર્ણાહૂતિ નિમિત્તે ધર્મગુરુઓ તથા માઘસ્નાનન વ્રતધારીઓની આગેવાનીમાં શહેરનાં ઉમિયાનગરથી શોભાયાત્રા પ્રસ્થાન કરવામાં આવી હતી. ડો.બાબાસાહેબ સર્કલ પર નિર્મિત મુખ્ય આકર્ષણનાં કેન્દ્ર ચંદરુવા ધામ પ્રતિકૃતિનાં દર્શન કરી, મુખ્ય માર્ગો થઈ બજારમાંથી સુશોભિત રથ, બેન્ડ પાર્ટી, ડીજેનાં સથવારે રમઝટ અને ધામધૂમથી મતિયાદેવ મંદિરે પહોચી હતી.શોભાયાત્રા દરમિયાન વિવિધ સમાજો દ્વારા માઘસ્નાન વ્રતધારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બારમતીપંથ સહિતનાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

પવિત્ર માઘમાસમાં સર્વેશ્રી રાજેશ સીજુ (સંઘ મુખીશ્રી) આત્મારામ મતિયા, અમુલ સોધમ, કુલદિપ ધુઆ, ભરત મતિયા, હર્ષિલ મતિયા, હરેશ સીજુ, મહેશ મોથારીયા, શંકર સોધમ, પરેશ સોધમ, હિતેશ ધુઆ, ગીરીશ થારુ, લાલજી ગડણ, અને જીતેશ માતંગએ માઘસ્નાન વ્રત ધારણ કર્યુ હતું.
આ પ્રસંગે ધર્મગુરુઓ શંકરભાઈ મતિયા, ડાયાલાલ માતંગ, માજી ધારાસભ્યશ્રી રમેશભાઈ મહેશ્વરી, માજી પ્રમુખશ્રી અશોકભાઈ મહેશ્વરી, સામાજિક અગ્રણીઓ ડો.લાલજી ફફલ, ડો.જગદીશ ધુવા, એડ.કાનજી સોંધરા, એડ.પચાણ સોધમ, દામજી દોરુ, મંગલ ખાંખલા, મગન મતિયા, હીરજી સીજુ, કિરણ ધુઆ, હરિ ગોહિલ, અશોક ગડણ, મેઘજી સોધમ, ભવાન સોધમ, રમેશ આયડી, હરેશ મોથારીયા, ધરમ ભર્યા તેમજ વિવિધ સમાજનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ આયોજનને સફળ બનાવવા મુન્દ્રા મહેશ્વરી સમાજનાં પ્રમુખશ્રી મગન ધુવા, મંત્રીશ્રી નારાણ સોધમ, માજી પ્રમુખશ્રી દામજી સોધમ, ભરત સોંધરા, મનીષ ધેડા, જીતુ આયડી, ભરત પાતારીયા, વિજય ઝોલા, મહેશ્વરી સમાજ અને નજકરમ સેવા સમિતિનાં કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી તેમજ પોલીસ તથા સ્થાનિક તંત્રે વ્યવસ્થામાં પૂરતો સહયોગ આપ્યો હતો.