લુણંગધામ (લુણી) ખાતે વાર્ષિક મેળા તથા યાત્રાનું આયોજન
સમાજ ઉત્કર્ષ: મુન્દ્રા તાલુકાનાં લૂણી ગામ મધ્યે આવેલ પ.પૂ.શ્રી લુણંગદેવ સ્થાનક, શ્રી લુણંગધામ ખાતે યાત્રા તથા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ચૈત્ર સુદ ત્રીજ, તા.૧૯ માર્ચ (સોમવાર)નાં રોજ સવારથી દર્શન અને યાત્રા, સાંજે ૭ કલાકે મહાઆરતી તથા સમૂહપ્રસાદ, રાત્રે ૯ કલાકે તેજસ્વી તારલાઓ, દાતાશ્રીઓ તેમજ મહાનુભાવોઓનું સન્માન, રાત્રે ૧૧ કલાકે ધજા, કળશ અને હિંડોળાનો ચડાવો અને જ્ઞાનવાણી તેમજ ચૈત્ર સુદ ચોથ તા. ૨૦ માર્ચનાં સવારે ૬ કલાકે સામૈયું, સવારે ૬:૩૦ કલાકે ધ્વજારોહણ અને કળશ સ્થાપનાં અને સવારે ૭ કલાકે હિંડોળા દર્શન અને ભેટ અર્પણ અને ધાર્મિક વિધિનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સહભાગી થવા વિવિધ સમાજોનાં પ્રમુખો કે હોદેદારોને સમાજમાંથી દાન-ફંડ એકત્ર કરી લાવવા અપીલ આયોજક સમિતિ વતી અપીલ કરવામાં આવી છે. આ મેળામાં તાલુકા મથકોથી સંખ્યા થાય તો વિનંતી કરવાથી બસ ફાળવવા આવશે તેમજ ભારાપર (ભુજ) ખાતે આયોજિત ધ્વજ વણજ યજ્ઞમાં જવા માટે બસની વ્યવસ્થા રાખવામાં આવી છે તેવું અખિલ કચ્છ ગણેશ સેવક સંઘની યાદીમાં જણાવાયું છે.
નોંધ: આ માસમાં ચંદ્રદર્શન એકમનાં હોવાથી બારમતીપંથ મુજબ ત્રીજ ૧૯ માર્ચનાં અને ચોથ ૨૦ માર્ચનાં રોજ ગણી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
abhinandan
samaj utkars