લાલભગતદાદાનાં સ્થાનક પર વાર્ષિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સમાજ ઉત્કર્ષ: ભુજ તાલુકાનાં મકનપર (ધોંસા) મધ્યે આવેલ અલખનાં આરાધક સંતશ્રી લાલભગત દાદાનાં સ્થાનક પર શ્રી લાલભગત સેવક સંઘ દ્વારા વાર્ષિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત તા. ૨૦ માર્ચનાં રાત્રે કોરીપાઠ અને આરાધવાણીનું શ્રવણ તેમજ તા.૨૧ માર્ચનાં રોજ બારમતીપંથ, સમૂહપ્રસાદ સાહિતનાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે કચ્છ જિલ્લા પંચાયતનાં પ્રમુખ શ્રીમતી કૌશલ્યાબેન માધાપરિયાનાં વરદ હસ્તે શૅડનું ખાતમુર્હત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી નરેશભાઈ કે.મહેશ્વરી, માજી ધારાસભ્યશ્રી ગોપાલભાઈ ધુઆ, માજી ચેરમેનશ્રી જયંતભાઈ માધાપરિયા, ગામનાં સરપંચશ્રી સિદ્ધિકભાઈ અલ્લારખિયા ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાસંગિક ઉદ્દબોદન કર્યું હતું. સર્વેએ લાલભગત દાદાનાં દર્શન કર્યા હતા અને કુદરતી સૌંદર્ય આવેલ આ ધામનો મહિમા જાણીને ધન્યતાની લાગણી અનુભવી હતી.
આ પ્રસંગે સંઘનાં પ્રમુખશ્રી ખેતશીભાઈ ધુઆ દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ બે દિવસીય આયોજન દરમિયાન કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખશ્રી નરેશભાઈ મહેશ્વરી, ભુજ નગરપતિશ્રી અશોકભાઈ હાથી, સામાજિક અગ્રણીશ્રી માવજીભાઈ મહેશ્વરી, નાગશીભાઈ ફફલ, શામજીભાઇ વરસાણી, ધારશીભાઈ નંજાર, રામજીભાઈ વિસરીયા, રમેશભાઈ ધુઆ, બાબુભાઇ વિસરીયા, કરસનભાઈ વિસરીયા, મોહનભાઇ ધુઆ અને દાદાનાં સેવક વડીલશ્રી આતુભાઇ ભગત, બિજલભાઇ માંગલિયા, કાનજીભાઈ, જેઠાભાઇ વિસરીયા, ગોવિંદભાઇ અને રાજાભાઈ માંગલિયા વગેરે લોકોએ યાત્રાનો લાભ લીધો હતો. આ પ્રસંગે આયોજિત મિટિંગમાં વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા. આ યાત્રામાં સમૂહપ્રસાદનાં દાતા તરીકે નાની ભુજપુરનાં અતુલભાઈ નંજાર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મનજીભાઇ વિસરીયા અને આભારવિધિ નાનજીભાઈ વિસરીયાએ કરી હતી.