શ્રી ગુડથરવાળા મતિયાદેવ સ્થાનકે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું.
સમાજ ઉત્કર્ષ: અબડાસા તાલુકાનાં ગુડથર મધ્યે આવેલ પૂજ્યશ્રી મતિયાદેવ સ્થાનક પર ચૈત્ર વદ ત્રીજ અને ચોથ, તા.02 અને 03 એપ્રિલનાં રોજ બે દિવસીય ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પીરસાહેબ નારાણદેવ લાલણનાં અધ્યક્ષસ્થાને કર્મજયોત વિદ્યાર્થી સન્માન કાર્યક્રમમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. અખિલ મહેશ્વરી સમાજ મોટા મતિયાદેવ સેવા ટ્રસ્ટનાં પ્રમુખશ્રી લક્ષમણ ભરાડીયાએ પીરશ્રી નારાણદેવ લાલણનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે ગાંધીધામનાં ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરીએ મતિયાદેવ સ્થાનક સુધી ડામર રોડ બનાવવાનો વર્ક ઓર્ડર મળી ગયાની જાહેરાત કરી હતી. જેનાથી ટ્રસ્ટની વર્ષો જૂની માંગણી સંતોષાઈ છે. કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખશ્રી નરેશભાઈ મહેશ્વરી પોતાના ઉદ્દબોદનમાં ધાર્મિક સ્થળો પર વ્યવસ્થા સંભાળતા ભાઈઓને પૂરક બનવાની શીખ આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ ટ્રસ્ટનાં મંત્રીશ્રી મોહનભાઇ જાટે કરી હતી.