પોલડીયા (માંડવી) મધ્યે છપરીવાળા ગણેશદેવનાં સ્થાનક પર વાર્ષિક મેળાનું આયોજન કરવામાં આવ્યું

સમાજ ઉત્કર્ષ: માંડવી તાલુકાનાં પોલડીયા ગામ મધ્યે કુદરતી રમણીય અને પહાડોની વચ્ચે આવેલ લગભગ સાડા ત્રણસો વર્ષ જૂનાં શ્રી છપરીવાળા ગણેશદેવનાં સ્થાનક પર તારીખ ૨૦ અને ૨૧ માર્ચનાં રોજ આયોજિત બે દિવસીય મેળા પ્રસંગે શોભાયાત્રા, મહાઆરતી, સંતવાણી, બખ મલાખળો તેમજ બારમતીપંથ અને જ્ઞાનકથન સહિતનાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.

આ પ્રસંગે મંદિરનાં પૂજારીશ્રી મેઘરાજ માતંગનાં હસ્તે બારમતીપંથ અને ઠાઠની વિધિ કર્યા બાદ ઉપસ્થિત મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ રાત્રે આયોજિત સંતવાણીમાં કિરીટ રાવલ, કિશન રતડ, ધનજી રતડ, સહિતનાં ભજનિકોએ ભજનો પ્રસ્તુત કર્યા અને ભજનાનંદીઓને મોજ કરાવી હતી.આ પ્રસંગે ગામનાં ટિલાટ મધાસિંહ જાડેજા, અગ્રણીશ્રી મહેન્દ્રસિંહ જાડેજા, ગુણવંતસિંહ જાડેજા, સરપંચશ્રી સજુભા જાડેજા, રમઝાન  મોખા ગઢશીશા કમિટીનાં હિમંતભાઈ જોષી, વિરાણીનાં દેવજીભાઈ પાયણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

બીજા દિવસે બખ મલાખળો યોજવામાં આવ્યો હતો. જેમાં મોટા મલાખળાનાં વિજેતાને રૂપિયા ૫૦૦૦ અને નાના મલાખળાનાં વિજેતાને રૂપિયા ૩૦૦૦ અને રૂપિયા ૧૫૦૦ રોકડ ઇનામો આપવામાં આવ્યા હતા. આ મલાખળાનાં સંયોજક શ્રી થવારભાઈ હિંગણાએ વ્યવસ્થા સંભાળી હતી.

આ પ્રસંગે આ ધામસ્થાને વિકાસ કાર્યો કરી આજીવન સેવા આપનારા વડીલશ્રી હાજાભાઇ ખમુભાઇ રતડનાં યોગદાનની નોંધ લઇ તેઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું તેમજ મહાપ્રસાદનાં દાતાશ્રી દેવજીભાઈ હાજાભાઇ રતડનું પણ તેમની સેવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.સમગ્ર આયોજનને સફળ બનાવવા ટ્રસ્ટનાં પ્રમુખશ્રી રાયશીભાઈ હાજાભાઇ રતડ, કાર્યકર્તાશ્રી ભીમજીભાઈ ઉકાભાઇ રતડ, મેઘજીભાઈ હિંગણા, દેવજીભાઈ રતડ, જુમાભાઈ રતડ, નારાણભાઇ રતડ, માવજીભાઈ રતડ અને ભાણજીભાઈ દેવરીયાએ જહેમત ઉઠાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Developed & Designed By InfoCentroid